SSC JE Recruitment 2025 હેઠળ 1340 જગ્યાઓ માટે Junior Engineer ની ભરતી જાહેર, આજે જ ફોર્મ ભરો, છેલ્લી તારીખ 21 જુલાઈ છે. સંપૂર્ણ વિગતો અહીં જુઓ.
દોસ્તો, ચાલો વાત કરીએ ભારત સરકારની સૌથી મોટી એન્જિનિયરિંગ ભરતી એટલે SSC JE Recruitment 2025 વિશે. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા જાહેર થયેલી આ ભરતીમાં Junior Engineer માટે કુલ 1340 જગ્યાઓ ભરવામાં આવવાની છે. જો તમે Government Job શોધી રહ્યા છો અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે, તો તમારા માટે આ એક શાનદાર તક છે.
SSC JE Recruitment માટે ઓનલાઇન અરજી 30 જૂન 2025થી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 21 જુલાઈ 2025 છે. તો ચાલો, જોઈએ આ ભરતીની તમામ મહત્વની વિગતો જે તમને અરજી કરતા પહેલાં જાણી લેવી ખૂબ જરૂરી છે.
SSC JE Recruitment 2025 મૈન હાઈલાઈટ
વિગતો | માહિતી |
---|---|
ભરતી સંસ્થા | સ્ટાફ સિલેકશન કમિશન (SSC) |
પદનું નામ | Junior Engineer (Civil, Mechanical, Electrical) |
કુલ જગ્યાઓ | 1340 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
વેબસાઈટ | ssc.nic.in |
અરજી શરૂ | 30 જૂન 2025 |
છેલ્લી તારીખ | 21 જુલાઈ 2025 |
પરીક્ષા તારીખ | 27-31 ઓક્ટોબર 2025 |
SSC JE ભરતી માટે કઈ રીતે લાયક ઠરો?
દોસ્તો, જો તમે Junior Engineer તરીકે અરજી કરવા માંગો છો તો તમારા પાસે સંબંધિત એન્જિનિયરિંગ ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જરૂરી છે. કેટલાંક વિભાગો માટે અનુભવ પણ માંગવામાં આવ્યો છે. ઉંમર મર્યાદા 30 થી 32 વર્ષની છે જે વિભાગ અનુસાર બદલાય છે. વધુ વિગત માટે તમે સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો.
અરજી ફી અને પેઇમેન્ટ મોડ
General, OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી ₹100 છે. જ્યારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. ફી તમારું Credit Card, Debit Card કે Net Banking મારફતે ભરવી રહેશે.
પસંદગી પ્રક્રિયા અને પગાર
પસંદગી Tier-I, Tier-II પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી થશે. ન્યૂનતમ લાયકાત ગુણ UR માટે 30%, OBC/EWS માટે 25% અને SC/ST માટે 20% રાખવામાં આવ્યા છે. પગાર ધોરણ SSC નોટિફિકેશન અનુસાર આપવામાં આવશે જે સરકારી ધોરણ મુજબ હોય છે.
અરજી કેવી રીતે કરવી?
- ssc.nic.in પર જાઓ
- નવા યુઝર તરીકે રજીસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો
- Junior Engineer પદ માટે અરજી કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફી પેમેન્ટ કરો અને ફોર્મ સબમિટ કરો
તો હવે રાહ શાની?
દોસ્તો, જો તમે SSC JE Recruitment 2025 માટે લાયક છો તો આજે જ અરજી કરો કારણ કે છેલ્લી તારીખ નજીક છે. આવી સરકારી નોકરીની તક વારંવાર નથી મળતી. આવી માહિતી માટે અમારા બ્લોગની નિયમિત મુલાકાત લો અને આ લેખને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
SSC JE Recruitment 2025 મૈન લિંક્સ
ઓફીસીઅલ નોટિફિકેશન | |
ઓનલાઇન અરજી કરો | Registration |
હાલમાં ચાલતી ભારતીઓ | અહીંથી જુવો |
નિષ્કર્ષ
દોસ્તો, SSC JE Recruitment 2025 એ એન્જિનિયરો માટે એક મોટી તક છે. કુલ 1340 જગ્યાં, સરળ ઓનલાઈન પ્રક્રિયા અને સરકારી પગાર સાથે નોકરી મેળવવાનો આ ઉત્તમ મોકો છે. વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે એ માટે શેર કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કૉમેન્ટમાં પૂછો.